સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાન તરફથી આવતો હોવાથી ગાંભોઈ પોલીસે બાતમીના આધારે વોચમાં હતા તે દરમિયાન આરોપીને દબોચી લીધો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગુનાનો નાસતો ફરતો આરોપી વિશ્રામ રૂપસી ભગોરા રહે.ડેડલી, ખેડાપ ાલ પો.ખજુરી તા.બીછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) વાળો જે તેના ઘરેથી સફેદ કલરની હોન્ડા બી.આર. વી ગાડી નં.જીજે.૦૮. બી.એફ.૩૩૫૭ ની ગાડીમાં નિકળી શામળાજી, રાયગઢ થઈ અમદાવાદ તરફ જનાર છે તેણે ગુલાબી ટી-શર્ટ ૫હેરેલ છે. જે હકિકત આધારે જે.એમ.રબારી ઈન્ચાર્જ ૫ રેલીસ ઈન્સપેકટર તથા તેમની ટીમ ગાંભોઈ બ્રીજ પાસે આવી સદર વાહનની વોચ તપાસમાં ઉભા હતા તે દરમ્યાન બાતમી હકીકત વાળી સફેદ કલરની હોન્ડા બી.આર. વી ગાડી નં.જીજે. ૦૮.બી. એફ. ૩૩૫૭ ની ગાડી આવતા ઉભી રખાવી ચેક કરી અંદર બેઠેલ માણસો પૈકી ગુલાબી ટી-શર્ટ પહેરેલ ઈસમની પૂછપરછ કરતા નાસતા ફરતા આરોપી-વિશ્રામ રૂપસી ભગોરા ઉ.વ.૪૦ હોઈ તેને તા. ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.