Gujarat Weather Updates | સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક એટલે કે સાત વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 જિલ્લામાં તો અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રેડ એલર્ટ ક્યાં અને ઓરેન્જ એલર્ટ ક્યાં?
જો હવામાન વિભાગના રેડ એલર્ટની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ
બીજી બાજુ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, 2 કેન્દ્રશાસિત પ્રદેશ અને 18 જિલ્લામાં રેડ એલર્ટ
By Himanshu Ramani (Idar)
Kapil Patel