હિંમતનગર ખેડબ્રહ્મા વચ્ચે ૧૧૫ થી ૧૨૨ કિ.મી.ની ઝડપે ડીઝલ એન્જિન દોડાવી સફળ પરીક્ષણ કરાયું
હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આશરે ૫૫.૮૨ કિલોમીટર બ્રોડગેજ રેલવે લાઈનનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે અને ખેડબ્રહ્મા સુધી રેલ્વેના નવા પાટા પર નંખાઈ ચૂક્યા છે. ત્યારે હિંમતનગરથી ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સુધીનો આશરે ૫૫.૮૨ કી.મી નો રેલ | માર્ગે માર્ગ પૂર્ણ થતા થત ૫ ૫ શ્ચિમ રેલવેના અધિકારીઓએ ડીંઝલ લોકો એન્જિન મારફતે સફળ ટ્રાયલ રન લેવા આવ્યો હતો. આ અંગે મળતી જાણકારી મુજબ પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા દૈનિક અખબારોમાં એક જાહેર સૂચના આપવામાં આવી હતી કે હિંમતનગર ખેડબ્રહ્મા ગેજ રૂપ ાંતરણ પરિયોજનાના સંબંધમાં હિંમતનગર ખેડબ્રહ્મા સેક્શન વચ્ચે નવ નિર્મિત બ્રોડગેજ લાઈન પર કમિશનિંગ માટે સેકશન નિરીક્ષણ અને તૈયારી માટે રેલ્વે એન્જિન દ્વારા તારીખ ૨૩/૦૭/૦૨૫ થી ૨૩/૦૮/૦૨૫ સુધી ટ્રાયલ રન કરવામાં આવશે જેથી જાહેર જનતાને રેલવે ટ્રેકથી દૂર રહેવાની વિનંતિ કરવામાં આવી હતી. તેમજ રેલ્વે ટ્રેકને ઓળંગવુ અથવા રેલવે ટ્રેક પાસે અવરજવર કરવી એ અનઅધિકૃત હોવાની સાથે જીવલેણ થઈ શકે છે, જેવી જાહેરાત આપ્યા બાદ તારીખ ૨૪ જુલાઈ ૨૦૨૫ ગુરુવારના રોજ હિંમતનગર- ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઈન પર હિંમતનગર, ઈડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા સુધીનો આશરે ૫૫.૮૨ કી.મી માટે ડીઝલ લોકો એન્જીનન ટ્રાયલ માટે અમદાવાદ રેલવેના ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ એન્જિનમાં બેસીને પહોંચ્યા અને હિંમતનગર થી જાદર, ઈડર,વડાલી અને ખેડબ્રહ્મા સુધી આશરે ૫૫ કિ.મી માટેનો રેલ્વે એન્જિનનો ટ્રાયલ રન શરૂ કર્યો હતો અને એન્જિન જાદર થઈને ઈડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ખાતે આવી ૫હોંચ્યું હતું અને ત્યારબાદ ખેડબ્રહ્માથી પરત હિંમતનગર તરફ રવાના થયું હતું જયારે આ સાથે ૫૫.૮૨ કી.મી ના ટ્રાયલ સમયે જ્યાં ક્ષતિઓ છે તે પણ રેલવેના ટેકનિકલ અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવી હતી. આમ આગળના દિવસોમાં અસારવાથી ખેડબ્રહ્મા સુધી રેલ્વે સેવા શરૂ થવાની પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે. જોકે, પ્લેટફોર્મ સહિતનું પરચૂરણ કામ હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગરથી ઈડર સુધીનું ઈલેક્ટ્રીશનનું ઈડરથી ખેડબ્રહ્મા સુધીનું ઈલેક્ટ્રીકેશનનું કામ પ્રગતિમાં છે તેવું આધારભૂત સૂત્રો પાસે જાણવા મળ્યું હતું. આ અંગે પશ્ચિમ રેલવે અમદાવાદના અધિકારી શૈલેષ ચૌહાણે એક વાતચીતમાં વાતચીતમાં જણાવ્યું હતું નું કે ગુરુવારના રોજ હિંમતનગરથી ખેડબહ્મા સુધી ડીઝલ લોકલ એન્જિન દ્વારા સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો, જેની નિર્ધારિત ઝડપ આશરે ૧૧૫ થી ૧૨૨ સુધીની રહી હતી.
By Himanshu Ramani (Idar)
Kapil Patel