સાબરકાંઠા જીલ્લા એક.સી.બી ૫ ોલીસે પ્રાંતિજમાં મોટી કામગીરી કરી છે પ રેલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે પર નવીન ઓવરબ્રિજ નીચેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે કાર અને દારૂ સહિત કુલ ૧૦,૧૯,૯૨૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ એલ.સી.બી ટીમ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની તપાસમાં હતી તે દરમિયાન હિંમતનગરથી ચિલોડા તરફ જતા રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી એક કિયા સેલ્ટોસ કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કારચાલકે નાકાબંધી તોડી ભગવાનો પ્રયાસ કર્યો જેથી પોલીસે પીછો કરતા કારચાલકે બ્રિજની દિવાલને ઘસડીને કાર ચલાવી આખરે પ્રાંતિજ પોલીસ સ્ટેશન નજીક કાર (નંબર.જીજે.૦૧.કે.વાય. ૩૨૮૩) મૂકીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જ્યારે કારની તપાસ કરતા રૂપિયા ૩, ૧૪,૯૨૮ ની કિંમતની ૮૧૬ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી સાત લાખની કિંમતની કાર અને પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂપિ યા ૧૦,૧૯,૯૨૮ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે ફરાર થયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.