એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં, ફૂડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલ વિભાગે ભુજમાં દેશી ગાયના શુધ્ધ ઘીના નામે "કલાપૂર્ણ" બ્રાન્ડ હેઠળ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો. અધિકારીઓએ આશરે 12.36 લાખ રૂપિયાની કિંમતના 2,249 લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો.
ભુજના નાગોર રેલવે ક્રોસીંગ નજીક આવેલી કલાપૂર્ણ ઘીની ફેક્ટરીમાં ભુજના ફૂડ સેફ્ટી ઑફિસરોની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ઈરફાન અસગરઅલી રાયમા નામના શખ્સ શંકાસ્પદ રીતે ઘી બનાવતો હોવાની પ્રાથમિક શંકા ઊભી થઈ.
માનવ વપરાશમાં ન આવે તે હેતુથી ફૂડ વિભાગે ફેક્ટરીમાં રહેલો લૂઝ અને પેક્ડ ઘીનો જથ્થો તાત્કાલિક સીઝ કર્યો. આ ફેક્ટરીનો માલિક ભુજનો નિલેશ રસિકલાલ ત્રેવાડિયા છે.
કંપનીની સોશિયલ મીડિયા પોસ્ટમાં જોવા મળે છે કે કચ્છના અસ્સલ દેશી ઘીના નામે મુંબઈમાં મોટા પાયે માર્કેટીંગ અને વેચાણ કરવામાં આવે છે.
ફૂડ વિભાગે ઘીના નમૂના લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. દિવાળીની સિઝન પહેલાં, લાંબા સમય બાદ કચ્છના ફૂડ વિભાગે આ મહત્વની કામગીરી કરી છે.
ગાયના શુધ્ધ ઘી તરીકે વેચાતા કલાપૂર્ણ ઘીની ભુજની ફેક્ટરી પર ફૂડ વિભાગ ત્રાટક્યો.
By Kapil Patel (Bangalore)
Himanshu Ramani