૭૮ વિવિધ શાળાઓ, સંસ્થાઓ અને સમાજોના સાથથી: સમગ્ર માંડવી એકજૂટ!
વહાલા માંડવીવાસીઓ,
તાજેતરમાં બેફામ ટ્રકે પાટીદાર સમાજની એક માસૂમ દીકરીનો ભોગ લીધો છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા અને માંડવીની જનતાની સુરક્ષા માટે એક અત્યંત જરૂરી અભિયાન શરૂ કરાયું છે.
આપણી મુખ્ય માંગણીઓ છે:
૧) બાયપાસ રોડનું કામ જલ્દી પૂર્ણ થાય.
૨) દિવસે ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે.
આ માંગણીઓના સમર્થનમાં આવતીકાલે આપણે સૌ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા એકઠા થઈશું. શહેરની સુરક્ષા માટે લેવાયેલું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વહીવટી તંત્રને આપણો એકસૂરો અવાજ સંભળાવવો અને આપણી એકતા બતાવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.
હવે ફરી કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે સૌએ પોતાના સમયમાંથી થોડો સમય કાઢીને અચૂક પહોંચવું.
સ્થળ: મામલતદાર કચેરી, માંડવી
તારીખ: આવતીકાલ, ૨૩ તારીખ (ગુરુવાર)
સમય: સવારે ૧૧:૦૦ વાગ્યે
આવો, માંડવીની સુરક્ષા કાજે સૌ એકજૂટ થઈએ!
માંડવી માં ભારે વહાન
Kapil Patel