સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં મહેસાણા થી શામળાજી નેશનલ હાઈવે ૧૬૮(જી) મંજૂર થયા બાદ જેતે સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ સમાધાન થતા તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ તે કામ પ્રગતિમાં છે. ત્યારે નેશનલ હાઈવેને લઈને ખેડૂતોએ ફરી એકવાર વિરોધ નોંધ્યો છે અને હાઈવેમાં કપાત થતી જમીનોમાં સરકાર દ્વારા યોગ્ય વળતર ન આપવા આવતા ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને ભારે સૂત્રોચાર કરી રેલી યોજી ઈડર પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને ઓછા વળતર મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.આ અંગે જો વિગતે વાત કરવામાં આવે તો આશરે વર્ષ ૨૦૨૨ માં કેન્દ્ર સરકારે જ્યારે મહેસાણાથી શામળાજી વાયા સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાંથી નેશનલ હાઈવે ૧૬૮(જી) ને મંજૂરી આપી હતી ત્યારે આ હાઈવે ઈડર શહેરમાંથી નહીં પરંતુ મણિયોર નજીકથી નીકળી બડોલી પાસે આવેલા લાડાબાવાજી પાસે નીકળવાનો હતો જેમાં આવતા ગામડાઓ જેવાકે મણિયોર, સાપાવાડા, લાલોડા, સવગઢ, વાંસડોલ, બડોલી તેમજ રેવાસ વગેરે ગામોની ખેતીની જમીનો આવતી હોવાથી આ જમીનોના માલિકો એટલે કે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધ્યો હતો અને મોંઘા ભાવની ખેતીની જમીનો કપાત થતી હોવાથી નીચેથી ઉપર સુધી ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારે જે તે સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવતા કહ્યું હતું હું હતું કે ખરેખર બાયપાસની જરૂરિયાત હિંમતનગર-અંબાજી હાઈવે માટે જાં દિવસ રાત અસંખ્ય વાહનોની અવરજવર રહે છે. જયારે વલાસણા થી શામળાજી જવા માટે માટે બાયપાસની જરૂર નથી. પરંતુ સરકારે જે ધાર્યું હતું તે જ કર્યું અને વિરોધ કરતા ખેડૂતોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોને અંતે સરકાર સામે ઝૂકવું પડયું અને પોતાની મોંઘા ભાવની ખેતીની જમીનો હાઈવે ઓથોરિટીને આપવી પડી હતી અને જેનું જમીન સંપાદન કરવામાં આવ્યું હતું.
પરંતુ આ સંપાદનમાં ખેડૂતોને વળતર તો ચૂકવ્યું પણ તે વળતર ખેડૂતોને ઓછું લાગતા આખરે ખેડૂતોએ ફરી એકવાર નેશનલ હાઈવે ઓથોરિટી સામે વિરોધ પ્રદર્શન કરવાનું મન બનાવી લેતા તારીખ ૦૪ ઓગષ્ટ ૨૦૨૫ને સોમવારના રોજ ઈડર સહકારી જીન ખાતે અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ત્યાંથી હાથમાં પ્લે કાર્ડ અને બેનરો લઈને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો અને રેલી સ્વરૂપે ઈડર પ્રાંત કચેરી ખાતે પોતાની માંગણીઓ લઈને ૫હોંચ્યા બાદ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
જે રજૂઆતમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો છે કે હાલમાં આ જમીનોના વળતરના એવોર્ડ કરવામાં આવેલ છે જે એવોર્ડમાં આપવામાં આવતું જમીનનું વળતર બિલકુલ મામૂલી અને નહીવત છે જે અમારી જમીનોની બજાર વેલ્યુ કરતાં માત્ર ૧૦૦ ટકા સુધી જ છે અને અમારી જમીનોની બજાર વેલ્યુ ૧.૫ થી ૨ કરોડ સુધીની જમીનો ધારણ કરીએ છીએ. પરંતુ એવોર્ડમાં જે મુજબ વળતર આપવામાં આવેલ છે > તેમાં તેમાં (૧) (૧) બડોલી-૪૧૦ બડોલી-૪૧૦ રૂપિયા રૂપિ ૧ચો. મીટરના, (૨)વાંસડોલ-૧૩૮ રૂપિયા ૧ ચો. મીટર, (૩)સવગઢ ૧૦૨ રૂપિયા ૧ ચો.મીટર, (૪) સાપાવાડા ૫૭૦ રૂપિયા ૧ ચો.મીટર (૫)મણીયોર- ૧૮૦ રૂપિયા ૧ ચો.મીટર, (૬) લાલોડા-૨૨૩ રૂપિયા ૧ ચો.મીટર, (૭)રેવાસ ૬૩૦ રૂપિયા ૧ ચો.મીટર છે.આમ અમે એક જ તાલુકાના એક જ રોડ માટે એક જ સીમાડાની માત્ર ૬ કી.મી રેંજમાં આવતી જમીનોના વળતરમાં મોટો તફાવત અને વિસંગતતાઓ રહેલી છે જે બીલકુલ જમીનના બદલામાં નહીવત વળતર છે આ ઉપરોક્ત આપવામાં આવેલ વળતરથી બીજી જમીન ખરીદી શકીએ તેમ નથી અને જમીન વિહોણા થઈ જઈશું એવી સ્થિતિનું નિર્માણ થયેલ છે માટે ખેડુતોને પ્રાઈમરી વળતર તરીકે એક સમાન વળતર રૂપિયા એક ચોરસ મીટરના એક હજાર રૂપિયા ચુકવાય તેવી રજૂઆત કરી હતી.
જયારે ખેડૂતોએ કરેલી રજૂઆતની સામે ઈડર પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે અમે સરકારના આદેશ અને નિયમ મુજબની કાર્યવાહી કરી છે જો ખેડૂતોને વળતર ઓછું લાગતું હોય તો આગળ અપીલમાં જઈ શકે છે તો ખેડૂતોએ વળતર મામલે વિરોધ યથાવત રાખી અપીલમાં જવાની તૈયારી દર્શાવી હતી ત્યારે સરકાર ખેડૂતોના વળતર મામલે શું નિરાકરણ લાવે છે તે હવે જોવું રહ્યું.
ઈડર તાલુકામાંનેશનલ હાઈવેની જમીન સંપાદનના મામલે ખેડૂતો વિરોધ પર ઉતર્યા
By Himanshu Ramani (Idar)
Kapil Patel