સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જૂની પોસ્ટ ઓફિસને બદલે પાર્કિંગની સુવિધા સાથેનું નવું ભવન બનાવવાની માંગ ઉઠી છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આ અંગે દિલ્હીમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે. હિંમતનગરની હાલની જૂની પોસ્ટ ઓફિસમાં ટ્રાફિકની સમસ્યા રહે છે આ સમસ્યાના નિરાકરણ માટે પાર્કિંગની સુવિધા સાથેનું નવું ભવન બનાવવાની માંગ કરવામાં આવી છે નવા ભવનથી ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે. વધુમાં સાંસદે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ડિવિઝન પોસ્ટ ઓફિસ શરૂ કરવાની પણ રજૂઆત કરી છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અરવલ્લી જિલ્લો અલગ પાડયો હતો આ જિલ્લાના નાગરિકો અને વહીવટી અધિકારીઓને વહીવટી કામો માટે હિંમતનગર સુધી આવવું ન પડે તે માટે મોડાસામાં ડિવિઝન પોસ્ટ ઓફિસની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે.