અલકાયદાના આતંકવાદી મોડયુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉં પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાના આરોપસર ગુજરાત જીએ બે ગુજરાતના મળી ચાર શખસને ઝડપી પાડયા છે. આ ચારેય લોકો અલગ અલગ પાંચ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરતા હતા. ભારતમાંથી લોકશાહી દૂર કરી શરિયત લાગુ કરવા સહિતના મુદે ભડકાઉં લખાણ સાથે પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા. ચાર પૈકીનો એક આરોપી પાકિસ્તાનના લોકો સાથે પણ કનેકશન ધરાવતો હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓએ ગ્રુપમાં નાખેલી ભડકાઉ ભાષણની ઓડિયો-કિલપ પણ સામે આવી છે. દિલ્હીનો
મોહમ્મદ ફૈક દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં ફ્લોર મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. અમદાવાદનો મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ એક દુકાનમાં નોકરી કરતો હતો. જ્યારે મોડાસાનો સેફુલ્લા કુરેશી ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. જયારે નોઈડાને ઝીશાન અલી કપડાં અને ફાસ્ટફૂડની શોપમાં કામ કરતો હતો. ગુજરાત એટીએસની ટીમ છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર ચાલતી શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખી રહી હતી. ગુજરાત એટીએસની ટીમને વધુ માહિતી મળતાં ખાસ ટીમની રચના કરી હતી અને તપાસનો આગળ ધપાવી હતી. અંતે આ ચાર લોકો સુધી પહોંચી હતી. આ ચારેય આરોપી જે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરી કટરતા ફેલાવતા હતા તેની વિગતો અને કેટલીક ભડકાઉ ચેટ પણ મળી છે. પાંચ એકાઉન્ટ અંગે ગુજરાત છૂજીને માહિતી મળી હતી. આ પાંચ એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે, જે અલકાયદા ઈન ઈન્ડિયા સબકોન્ટિનેન્ટ તેની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા હતા. ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરી રહ્યા હતા. દેશવિરોધી કાર્યવાહી કરવા માટે બધાની ઉશ્કેરણી કરી રહ્યા છે. એન્ટીડેમોક્રેસી એક્ટિવિટીમાં પણ તેઓ સામેલ હતા.ગુજરાતને ભડકાઉ પોસ્ટ હાથ લાગી છે, એમાં આ ચારેય લોકો ઉર્દૂ અને અંગ્રેજીમાં લખેલી પોસ્ટ કરતા હતા. એમાં કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારનાં લખાણ લખવામાં આવતાં હતાં. આ ચારેય લોકો સોશિયલ મીડિયા પર લોકશાહીને ધ્વસ્ત કરી શરિયત લાગુ કરવી, અલકાયદાનું સાહિત્ય પોસ્ટ કરતા હતા. આ શખસો અફઘાનિસ્તાનમાં મોતને ભેટેલા આસિફ ઉમરનું ભાષણ ઈન્સ્ટાગ્રામમાં મૂકતા હતા. આ મામલે છંછ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને મોડાસામાંથી ઝડપાયેલા બે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ગુજરાત છૂજીએ જે ચાર આરોપીને ઝડપી પાડયા છે તેમાંનો એક આરોપી દિલ્હીનો મોહમ્મદ ફેંક છે, જે પાકિસ્તાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, જે આ જ ઓર્ગેનાઈજેશન સાથે જોડાયેલા છે તેના લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જેહાદી એકિટવિટીમાં સામેલ હતો.

અમદાવાદમાં મોહમ્મદ ફરદીનના પરિવારે ઘર બંધ કરી દીધું

આરોપી ફરદીન અમદાવાદના જુહાપુરામાં આવેલા ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે. આ મામલે સ્થાનિક પોલીસ અને અન્ય લોકો તપાસ કરી રહ્યા હતા, ઘરની અંદર કેટલાક લોકો હાજર હતા, દરવાજો બંધ કરી દીધો હતો. થોડીવાર બાદ આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા અને તેમને ખાલી એટલી જ ખબર હતી કે અહીં પોલીસ આવી છે, પણ શું થયું છે એની તેમને કંઈ ખબર ન હતી. આ સંવેદનશીલ મુદ્દો છે એમ કહીને કોઈપણ વ્યક્તિ કેમેરા સામે આવવા તૈયાર નહોતું, પરંતુ ફરદીનના ઘર બહાર કપડાંની સિલાઈ અને એનું રેટ કાર્ડનું બોર્ડ જોવા મળ્યું હતું.

આતંકવાદી સંગઠન AQIS કેટલું ખતરનાક છે?
૨૦૨૦માં એક ટોચના આતંકવાદવિરોધી અધિકારીએ યુએસ ધારાસભ્યોને જણાવ્યું હતું કે AQIS નાના પાયે આતંકવાદી હુમલાઓ કરવામાં સક્ષમ છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરે યુએસ સેનેટ કમિટીને જણાવ્યું હતું કે ૨૦૧૯માં યુએસ હુમલામાં ADIS ચીફ અસીમ ઉમરના માર્યા જવાથી દક્ષિણ એશિયામાં આ આતંકવાદી સંગઠન નબળું પડી ગયું છે, જોકે તે હજુ પણ નાના પાયે પ્રાદેશિક હુમલાઓ કરી શકે છે. જોકે નિષ્ણાતો ભારતીય ઉપખંડમાં ADIs અને અલકાયદાના જોખમને ઓછો અંદાજ આપે છે. ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ફોર કોન્ફિલક્ટ મેનેજમેન્ટના અજય સાહની કહે છે, અલકાયદાએ સૌપ્રથમ ૧૯૯૬માં ભારતને ટાર્ગેટ તરીકે નામ આપ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેને જમ્મુ-કાશ્મીર અને આસામ બંનેનું નામ લીધું હતું. આ પછી પણ આ આતંકવાદી સંગઠન આ બંને રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શક્યું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે AQISએ હજુ (ભારતના યુવાનોમાં વધુ અસર કરી નથી, પરંતુ તે ઈસ્લામિક સ્ટેટના અંતનો ફાયદો ઉઠાવી શકે છે. આ દિવસોમાં AQISએ ભારતમાં પણ તેની પ્રચારપ્રવૃત્તિઓ વધારી છે. તાજેતરમાં જ પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ AgIS દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. એજન્સીઓએ આ અંગે દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતને જાણ કરી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.