આજે ફરી એકવાર દિલ્હીમાં 20થી વધુ શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે સ્કુલોને ફરી એકવાર ધમકી મળી છે તેમાં પશ્ચિમ વિહાર વિસ્તારની એક શાળા, રોહિણી સેક્ટર 3 માં અભિનવ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે, અને શહેરની 20થી વધુ શાળાઓને ધમકીભર્યા મેઇલ મળ્યા છે. ધમકી મળ્યા બાદ હંગામો મચી ગયો હતો.

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં શાળાઓ અને કોલેજોને ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે. આ ધમકીઓએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાવ્યો છે. આશ્ચર્યજનક રીતે, આ ધમકીઓ ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી રહી છે, જેના કારણે દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સતર્ક થઈ ગયા છે.

અગાઉ પણ શાળાઓના ઈમેલ આઈડી પર આ જ ફોર્મેટમાં ધમકીભર્યા મેઈલ મળ્યા છે


અગાઉ પણ શાળાઓના ઈમેલ આઈડી પર આ જ ફોર્મેટમાં ધમકીભર્યા મેઈલ મળ્યા છે, જેમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઘણી વખત તપાસ બાદ, ધમકીભર્યા મેઈલ પાછળ શાળાના વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે. આજે પણ આ મેઈલ મળ્યા બાદ તપાસ શરૂ થઈ છે. સોમવારથી આજ સુધીમાં ઘણી શાળાઓને આવી ધમકીઓ મળી છે.

બોમ્બ ધમકીવાળા ઈમેઈલની તપાસમાં પોલીસ લાગી

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીની શાળાઓ અને કોલેજોને મળી રહેલા બોમ્બ ધમકીઓએ પોલીસની મુશ્કેલીઓ વધારી દીધી છે. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આ ધમકીભર્યા ઈમેઈલ 'એન્ક્રિપ્ટેડ નેટવર્ક' (એક સિસ્ટમ જેમાં કોઈ તૃતીય પક્ષ ઘૂસી શકતો નથી) દ્વારા મોકલવામાં આવ્યા છે, જેના કારણે તેમના સ્ત્રોતને શોધવાનું ખૂબ મુશ્કેલ બન્યું છે. આના પરથી એ વાત તો નક્કી છે કે ઇ-મેઇલ કરી ધમકી આપનાર ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકે છે.