માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦નો સપોર્ટ સત્તાવાર રીતે બંધ કરી દીધો છે. હવે સવાલ એ છે કે મોટાભાગના યુઝર્સ વિન્ડોઝ-૧૦ નો ઉપયોગ કરે છે તેનું શું થશે. વિન્ડોઝ-૧૧ માઇક્રોસોફ્ટની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેને કંપનીએ ચાર વર્ષ પહેલાં લોન્ચ કરી હતી. જો કે રિપોર્ટ મુજબ જોઈએ તો ૪૧ ટકા યુઝર્સ હજી પણ વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ્સ જ યુઝ કરી રહ્યા છે.
કંપનીએ ચાર વર્ષ પહેલાં વિન્ડોઝ-૧૧ લોન્ચ કર્યુ હતુ. તેમા કંપનીના અપેક્ષા કરતાં ઘણા ઓછા લોકો વિન્ડોઝ-૧૧ તરફ શિફ્ટ થયા. હજી પણ લોકો વિન્ડોઝ-૧૦નો જ ઉપયોગ કરી રહ્યા છે
અહીં મહત્ત્વની વાત એ છે કે વિન્ડોઝ-૧૦નો તમે ઉપયોગ કરી રહ્યા હોવ તો તમે વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઈ શકો છો. અહીં લાઇસન્સ્ડ વર્ઝન એટલા માટે લખ્યું છે કેમકે અહીં ઘણી બધી સિસ્ટમ્સ પાયરેટેડ વર્ઝનથી ચાલી રહી છે અને તે વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઈ શકે તેમ નથી.
માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦ને સપોર્ટ બંધ કરી દીધો એટલે તેનો અર્થ એવો થતો નથી કે તે કામ કરવાનું બંધ કરી દેશે. તે પહેલાં જેવું કામ કરતું હશે તેવું જ કામ કરશે, પણ હવે તેને ૧૪ ઓક્ટબર પછીના અપડેટ નહી મળે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ તેના માટે ટેકનિકલ સહાય પણ પૂરી નહીં પાડે કે સપોર્ટ પૂરો નહીં પાડે. સ્વાભાવિક રીતે તેના કારણે લેપટોપ કે કેમ્પ્યુટરની સિક્યોરિટી ભયમાં મૂકાશે. આમ કમ્પ્યુટર પર રોજ સવાર પેડે છે અને તેના પર હુમલાના અપડેટ આવે છે. આ હુમલા સામે સિસ્ટમ એક્ટિવેટ નહીં થાય.
માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ
