ખેડાના કપડવંજમાં અકસ્માતમાં શિક્ષકનું મોત નિપજયું હોવાની વાત સામે આવી છે, ટ્રેલર ચાલકે શિક્ષકને કચડતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે, પગપાળા જઈ રહેલા શિક્ષક મહેશ રોહિતનું મોત નિપજયું છે, તો પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે અને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બેફામ ટ્રેલરે શિક્ષકને કચડતા લોકો રોષે ભરાયા

પગપાળા જઇ રહેલા શિક્ષક મહેશ રોહિતનું મોત નિપજયું છે, શિક્ષકના મોતથી રોષે ભરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે, ભાગવા જતા ટ્રેલર ચાલકને લોકોએ ઝડપી પાડયો છે, ટ્રેલર ચાલકની બેદરકારીથી તેમનું મોત થયું છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાના કારણે આ અકસ્માત સર્જાયો છે, તો સ્ટ્રીટ લાઈટ રોજ બંધ હોય છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે, જો સ્ટ્રીટ લાઈટ બંધ હોય તો શું નગરપાલિકાને આ વાતની ખબર નથી ?

કપડવંજમા ટ્રેલરે શિક્ષકને કચડી નાખ્યા

કપડવંજ શહેરના મુખ્ય રાજમાર્ગમા હજારો ભારે વાહનોના ટ્રાફિકની સમસ્યાથી જનતા હેરાન પરેશાન છે, કપડવંજમાં પગપાળા પસાર થઈ રહેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને પૂરપાટ જઈ રહેલા ટ્રેલરે કચડી નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ટ્રેલર ચાલક ભાગવા જતા સ્થાનિકોએ ટ્રેલર રોકાવી ચાલકને ઝડપ્યો છે, શિક્ષકના મોતની ઘટનાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, રોડ પર બમ્પ પણ મૂકવામાં આવ્યા નથી જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે, તો શિક્ષકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.