સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP જાહેર કરી છે. જેમાં છેલ્લા બે વર્ષ થી SOPના કડક નિયમો લાગુ છે, ત્યારે રાજકોટમાં 50 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત લોકમેળામાં એક પણ રાઇડ્સનું ફોર્મ ભરાયું નથી. જેમાં લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ પૂર્ણ થઈ હોવા છતાં હજુ સુધી રાઇડ્સનું એક પણ ફોર્મ ભરાયા નથી. તેવામાં સવાલ એ થાય છે કે, રાજકોટમાં શું એક પણ રાઈડ વગર યોજાશે લોક મેળો?
રાજકોટના લોકમેળામાં ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂરી થઈ છે, ત્યારે 238 પ્લોટમાંથી 28 ફોર્મ ભરાયા છે. મેળાને લઈને કોંગ્રેસના નેતાએ જણાવ્યું છે કે, 'સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મેળા થાય છે તો રાજકોટમાં કેમ નહીં? A પ્લાન B પ્લાનની વાત ચાલે જ નહીં. રાજકોટને ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મેળાને લઈને કલેક્ટરને વિનંતી કરીશ કે, મેળાની મંજૂરી આપે.'
ગુજરાત લોકમેળા એસોસિએશનના સભ્ય કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, મેળા એસોસિએશનની લૉ ઍન્ડ ઑર્ડરના સેક્રેટરી સાથે બેઠળમાં લોકોને રોજગારી મળે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવા માગ કરાઈ. બીજી તરફ, ભાજપના સ્થાનિક નેતા પણ રાઇડ્સ સાથે લોકમેળો યોજાઈ તેવી વાત મૂકી હતી.
રાજકોટ લોક મેળો
Share this story:
Share on WhatsAppRelated Posts
General
Kapil Patel
Jul 28, 2026
અસમમાં ભયાનક પૂર: ૬૮ જાનહાનિ, ૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત – ઉપલા અસમમાં વિનાશનું તાજું ચિત્ર.
બ્રહ્મપુત્ર અને તેની ઉપનદીઓના ભરાવાથી સિવાસાગર, ચારાઇડિયો અને જોરહાટ સૌથી વધુ પ્રભાવિત; પાણી હળવે...
Kapil Patel
Jul 28, 2026
General
Himanshu Ramani
Jul 23, 2026
Live CJP Protest : NEET પેપર લીકમાં સૌથી મોટા સમાચાર, 'ફાસ્ટ ટ્રેકમાં થશે સુનાવણી' PM મોદીનું ટવીટ
NEET પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર CJP અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં MCOCAના આરોપી હાજી...
Himanshu Ramani
Jul 23, 2026
General
Kapil Patel
Jun 3, 2026
ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી.
લોન માફી 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનનું મુખ્ય વચન હતું.
Kapil Patel
Jun 3, 2026
General
Kapil Patel
May 25, 2026
નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી
ભાજપ-કોંગ્રેસનું અણધાર્યું જોડાણ
Kapil Patel
May 25, 2026