અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટથી ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભરતાની સાથે જ બંને એન્જિન 3 સેકન્ડમાં જ બંધ થઈ ગયા હતા.
રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, એન્જિન બંધ થયા પછી પાઇલટે મુસાફરોના જીવ બચાવવા માટે શું કર્યું, પરંતુ તેમની તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે વિમાન ક્રેશ થાય તે પહેલાં તેણે મેડે કોલ આપ્યો. તમને જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટનામાં ક્રૂ સહિત 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચાલો તમને અમદાવાદ પ્લેન ક્રેશની સંપૂર્ણ ટાઈમલાઈન જણાવીએ.
ભારતીય સમયાનુસાર ઘટનાની ટાઈમલાઈન
● બપોરે 1.37.37 વાગ્યે પ્લેન રનવે પર ચાલવાનું શરુ કર્યું
● બપોરે 1.38.39 પ્લેનને હવામાં (એર મોડ) રૂપાંતરિત કરવામાં આવ્યું, વિમાને ઉડાન ભરી.
● 1.38.42 વાગ્યે પ્લેન 180 નોટ્સની મહત્તમ એર સ્પીડમાં પહોંચ્યું.
● એન્જિન 1 અને એન્જિન 2 ફ્યુલ કટ ઓફ સ્વિચમાં એક સેકન્ડમાં RUN થી Cut Offમાં ચાલ્યું.
● એન્જિન N1 અને એન્જિન N2 ક્ષમતા ઓછી થવા લાગી, પ્લેનનો થ્રસ્ટ અને ઊંચાઈ પણ ઘટવા લાગી.
● કોકપિટ વોઇસ રેકોર્ડિંગ: પાયલટ 1 એ બાજા પાયલટને પૂછ્યું - તમે ઇંધણ કેમ બંધ કરી દીધુ? ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો - મેં એવું નથી કર્યું.
● 1.38.47 વાગ્યે બંને એન્જિનની N2 (સ્પીડ) નિષ્ક્રિય થઈ નીચે આવી ગઈ. રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવ થઈ ગયું.
● 1.38.52 એન્જિન 1 ફ્યુલ કટઓફ સ્વિચને ફરી RUN પર લઈ જવામાં આવી.
● 1.38.54 APU ઇનલેટ ડોર ખુલવાનું શરૂ થયું (APU ઓટોસ્ટાર્ટ લોજિક શરૂ થયું).
● 1.38.56 એન્જિન 2 ફ્યુલ કટઓફ સ્વિચને ફરી RUN પર લઈ જવામાં આવી.
● એન્જિન 1: EGTમાં વધારો થયો, પણ કોર સ્પીડ પાછી મેળવવામાં સફળતા ન મળી.
● એન્જિન 2: વારંવાર ઇગ્નિશન શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર એક્સિલરેશન જાળવી રાખવામાં સફળતા ન મળી.
● 1.39.05 પાયલટે 'MAYDAY MAYDAY MAYDAY' કૉલ કર્યો.
● 1.39.11 છેલ્લી વાર રેકોર્ડિંગ નોંધવામાં આવ્યું.
● 1.44.44 એરપોર્ટ પર ફાયર (અગ્નિશામક) ગાડીઓ મોકલવામાં આવી તેમજ સ્થાનિક ફાયર અને રેસ્ક્યૂ ટીમો પણ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ.
અમદાવાદ પ્લેન ક્રેશ
Share this story:
Share on WhatsAppRelated Posts
General
Kapil Patel
Jul 28, 2026
અસમમાં ભયાનક પૂર: ૬૮ જાનહાનિ, ૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત – ઉપલા અસમમાં વિનાશનું તાજું ચિત્ર.
બ્રહ્મપુત્ર અને તેની ઉપનદીઓના ભરાવાથી સિવાસાગર, ચારાઇડિયો અને જોરહાટ સૌથી વધુ પ્રભાવિત; પાણી હળવે...
Kapil Patel
Jul 28, 2026
General
Himanshu Ramani
Jul 23, 2026
Live CJP Protest : NEET પેપર લીકમાં સૌથી મોટા સમાચાર, 'ફાસ્ટ ટ્રેકમાં થશે સુનાવણી' PM મોદીનું ટવીટ
NEET પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર CJP અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં MCOCAના આરોપી હાજી...
Himanshu Ramani
Jul 23, 2026
General
Kapil Patel
Jun 3, 2026
ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી.
લોન માફી 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનનું મુખ્ય વચન હતું.
Kapil Patel
Jun 3, 2026
General
Kapil Patel
May 25, 2026
નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી
ભાજપ-કોંગ્રેસનું અણધાર્યું જોડાણ
Kapil Patel
May 25, 2026