ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ વરસાદે તબાહી મચાવી. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અત્યાર સુધીમાં અંદાજે કુલ સિઝનના સરેરાશ 44.77 ટકા વરસાદ નોંધાયો. .ભારે વરસાદની તોફાની બેટિંગના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. રાજ્યમાં સિઝનની શરૂઆતમાં આવેલા વરસાદના કારણે 2967 કિ.મીના રસ્તા તૂટ્યા હોવાની ફરિયાદો સામે આવી હતી. ત્યારે તંત્ર દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી કે અત્યાર સુધી 51 ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
● ધોવાયા રોડ રસ્તા (હેડિંગ)
● રસ્તાનું ધોવાણ 2967 કિ.મી
● રસ્તા પર ખાડા 14,169
● પેચવર્કની કામગીરી 51 ટકા
● ખાડા પૂરાયા 62 ટકા
● ડાયવર્ઝન 183 રસ્તા
● રોડ રસ્તાની ફરિયાદ 3732
● ફરિયાદ નિવારણ 99.66 ટકા
રોડ અંગે 3732 ફરિયાદ મળી
રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ તૂટયા અને ભૂવા તેમજ ખાડા અને ગાબડા પડતા લોકોને હાલાકીનો સામને કરવો પડ્યો. તંત્ર દ્વારા આ બાબતે કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા છ મહિનામાં રોડ અંગે 3732 ફરિયાદ મળી હતી તેમાંથી 99.66 ટકા ફરિયાદોના નિકાલ લાવવવામાં આવી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં ખાડા પૂરવાની 62 ટકા કામગીરી પૂરી કરવામાં આવી છે. જ્યારે રસ્તાઓ પર મેજર અને માઈનર પેચવર્કની જરૂર છે ત્યાં કામગીરી ચાલુ છે. રાજ્યભરમાં 14169 જેટલા રોડ પર ખાડાની ફરિયાદ મળી હતી. જેમાંથી 8841 ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત ખરાબ રોડના કારણે 183 રસ્તાઓને ડાયવર્ઝન આપવું પડ્યું.
ભારે વરસાદના કારણે રાજ્યમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી. સુરત, બનાસકાંઠા, દ્વારકા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જો કે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અંદરના રસ્તાઓ તેમજ હાઈવે પરના રસ્તાઓ પર કયાંક ધોવાણ થયું તો કયાંક ખાડા અને ગાબડા પડયા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને સમારકામ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદોના આધારે તંત્રએ કામગીરી કરતા 62 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં વિવિધ શહેરોમાં 14,169 ખાડા પડયા, 8841 ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થયાનો તંત્રનો દાવો
By Himanshu Ramani (Idar)
Kapil Patel