નેપાળ સરકારે દેશમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યૂટ્યુબ, ટ્વિટર અને X જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. નેપાળ ટેલિકોમ ઓથોરિટીને આજે (4 સપ્ટેમ્બર, 2025)થી આ પ્રતિબંધ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં, નેપાળના સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે જણાવ્યું કે, સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને નેપાળમાં નોંધણી કરાવવા માટે અંતિમ ચેતવણી આપી હતી. જોકે, આ કંપનીઓએ આ આદેશનું પાલન ન કર્યું, જેના કારણે ડેડલાઈન પૂર્ણ થતાં આ કડક પગલું ભરવામાં આવ્યું.
પ્રતિબંધનું કારણ
નેપાળની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક આદેશમાં સ્થાનિક અને વિદેશી ઓનલાઈન તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરજિયાત નોંધણી કરાવવા અને અનિચ્છનીય સામગ્રી પર દેખરેખ રાખવા જણાવ્યું હતું. આના પગલે સરકારે 7 દિવસનો અલ્ટીમેટમ જારી કર્યો હતો, જેની અવગણના થતાં આ પ્રતિબંધનો નિર્ણય લેવાયો.
કયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ?
આ પ્રતિબંધ નીચેના મુખ્ય સોશિયલ મીડિયા અને કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પર લાગુ થશે:
ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ
યૂટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન
સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ
સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા
ટમ્બલર, ક્લબહાઉસ, રમ્બલ
MI વીડિયો, MI વાઇકે, લાઇન, ઇમો, જાલો, સોલ, હમરો પેટ્રો
શું થશે આગળ?
આ નિર્ણય નેપાળના નાગરિકો અને વ્યવસાયો માટે મોટો ફેરફાર લાવી શકે છે, કારણ કે આ પ્લેટફોર્મ રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. સરકારનું આ પગલું સોશિયલ મીડિયા કંપનીઓને નોંધણી માટે દબાણ કરવાનો પ્રયાસ હોઈ શકે છે, પરંતુ તેની અસર નેપાળના ડિજિટલ ઈકોસિસ્ટમ પર કેવી થશે, તે જોવું રહ્યું.
નેપાળમાં સોશિયલ મીડિયા પર શરમજનક પ્રતિબંધ! ફેસબુક, યૂટ્યુબ સહિત 26 પ્લેટફોર્મ બંધ.
By Kapil Patel (Bangalore)
Himanshu Ramani