૧૪ જુલાઈના રોજ દૂધના પ્રતિ કિલોફેટે વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું: જશુ પટેલ હાલ સાબર ડેરીના ડિરેક્ટર છે
ફરિયાદમાં પોલીસ-પશુપાલકો વચ્ચેના હિંસક ઘર્ષણમાં જશુ પટેલે ટોળાંને ઉશ્કેર્યાનો ઉલ્લેખઃ: પોલીસે જશુ પટેલ સહિત ૭૪ લોકો સામે નામજોગ, એક હજાર લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી
સાબરકાંઠા હિંમતનગર નજીક આવેલી સાબરડેરી ખાતે ૧૪ જુલાઈના રોજ દૂધના પ્રતિ કિલોફેટ વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘમાસાણ ધર્ષણ સર્જાયું હતું આ મામલે હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પી. આઈ પી.એમ.ચૌધરીએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ સહિત ૭૪ નામજોગ વ્યક્તિ અને લગભગ એક હજાર જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રિટેન્શન મની ચૂકવવામાં આવી હોવા છતાં ભાષડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલે સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો વિરુદ્ધ ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂકી લોકોને ઉશ્કેવા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબરડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હતું પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. એમાં કેટલાક લોકોનાં માળાઓ પણ ફૂટયાં હતા. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર વર્ષણ થતાં પશુપાલકોએ અમદાવાદ-ઉદવપુર નેશનલ હાઈવેને બાનમાં લઈ ચક્કાભ્રમ કર્યો હતો. પરિસ્થિતિ એટલી વણસીગઈ કે પોલીસને ૭૦ જેટલા ટિયર ગેસના સેલ છોડવા પડયા હતા.
બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જયુ પટેલે લોકોને ઉશ્કેર્યા?
આ અંગે પી.આઈ પી.એમ. ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,ભાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જયુ શીવાભાઈ પટેલ અને ઈડર તાલુકાના અંકાલા ગામના ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ જેતાવત દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. ફરિયાદમાં આરોપ છે કે તેમણે સુનિયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા કર્યા હતા જેમાં સાબરડેરી દ્વારા ૧૧ જુલાઈના રોજ રિટેન્વાન મનીની ચુકવણી કરવામાં આવી હોવા છતાં દાવો કરવામાં આવ્યો હતો કે ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવીને
પશુપાલકો સાથે છેતરપિંડી કરી છે. એટલું જ નહિ સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ મેસેજો દ્વારા લોકોને એકસંપ થઈ અવાજ ઉઠાવવા અને ૧૪ જુલાઈના રોજ સાબરોરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
આરોપીઓએ ચેરમેન-ડિરેક્ટરોને મેગ્રીપાક ચખાડી સળગાવી દેવાના સુત્રોચ્ચાર કર્યા. આ સુનિયોજિત કાવતરા મુજબ સોમવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ સાબરડેરીના મેઈન ગેટ આગળ આરોપીઓ સહિત આશરે એક હજાર જેટલા અજાણ્યા લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ટોળાએ સાબરડેરીના ચેરમૅન તથા ડિરેક્ટરોને મેથીપાક ચખાડવાનો છે અને સાબરડેરીને ચેરમેન તથા ડિરેક્ટરો સહિત સળગાવી દેવાની
ફરિયાદમાં ટોળાએ ચેરમેન અને ડિરેક્ટરોને સળગાવી દેવાના સૂત્રોચ્ચાર કર્યાનો ઉલ્લેખ
છે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ટોળાના સમ્યો લોખંડની પાઈપો, લાકડીઓ અને પથ્થરો ધારણ કરીને આવ્યા હતા. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કરતાં ટોળાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.. “આજે પોલીસ વચ્ચે આવે તો
તેને પણ પતાવી દેવી છે" પોલીસ હેડકોન્સ્ટેબલ જીજ્ઞેશ સુરેશભાઈને તો ટોળામાં ખેંચી લેવામાં આવ્યા હતા અને આજ તો પોલીસ વચ્ચે આવે છે તો પોલીસને જ પતાવી દેવી છે તેમ કહી માથામાં લોખંડની પાઈપો,લાકડીઓ અને પથ્થરો મારી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ટોળાંએ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર અટકાવ્યો
આ ઉપરાંત હિંસક ટોળાએ સરકારી વાહતીને તેમજ સાબરડેરીના લોખંડના ગેટ અને કોટ ઉપરની લોખંડની જાળીને તોડીને મોટું નુકસાન પહોંચાડયું હતું નેશનલ હાઈવે રોડ ઉપર પથ્થરો અને ઝાડની આડસ મૂકીને વાહનવ્યવહાર સ્થગિત કરી વાહનચાલકોને ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કર્યો હોવાની કરિયાદ પણ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે ૩૪ લોકોના નામજોગ અને એક હજારના સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ માટે
ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
તપાસ દરમિયાન ૪૫ જેટલા આરોપીની અટકાયત કરાઈ
હિંમતનગર ડિવિઝનના ડી.વાય. એસ.પી એ.કે.પટેલે જણાવ્યું હતું કે સોમવારે સાબરડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયા હતા. આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસ સાથે ઘર્ષણ માટે ઉતરી આવ્યા હતા એટલું જ નહિ તેમણે તોડફોડ પણ કરી હતી જેમાં સાબરડેરીનો મુખ્ય
ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય ૯૦૦ થી ૧૦૦૦ વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને તપાસ દરમિયાન ૪૭ જેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસની તજવીજ ચાલુ છે.
થર્ષશ દરમિયાન અશોક વીધરી નામના યુવકનું મોત થયું
ગેટ બાજુમાં રહેલી ગ્રીલ અને પોલીસના વાહનોને નુકશાન પહોંચાડયું હતું આ ઉપરાંત કેટલાક પોલીસકર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરી નેશનલ હાઈવે પરના વાહનોને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પોલીસે બળપ્રયોગ કરીને આ ટોળાને વિખેરી નાખ્યું હતું જે બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ૭૪ આરોપી સામે નામજોગ
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આ બનાવ સંદર્ભે અશોક ચોપરીનું મોત થયું છે તેમના કોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમના શરીર પર કોઈપણ પ્રકારની બાહ્ય ઈજાના નિશાન નથી જેથી પ્રાથમિક તપાસમાં બાહ્ય ઈજાથી તેમનું મોત થયું નથી તેવું જણાવી આવે છે. તેમણે ઉમેર્યું હતુ કે આ બનાવમાં ૫૦ થી વધુ ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને ૪ થી વધુ વાહનને નુકશાન થયું છે કરિયાદમાં પૂર્વ ધારાસભ્યનું અને અને વાઈસ ચેરમેનનું નામ છે હાલ ૪૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.
સાબર ડેરી ઘર્ષણ મામલે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત ૭૪ સામે ફરિયાદ
By Himanshu Ramani (Idar)
Kapil Patel