હિંમતનગરની ધાણધા જીઆઈડીસીમાં ખુલ્લામાં જુગાર રમતા ૬ જુગારી ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ઈડર રોડ પર આવેલ ધાણધા જી.આઈ. ડી.સી માં ખુલ્લામાં શ્રાવણિયો જુગાર રમતા ૬ શકુનીઓને હિંમતનગર બી.ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે પ ોલીસે આ જુગારીઓ પાસેથી રૂ.૧૮,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળી હતી બાતમી અનુસાર ધાણધા જી.આઈ.ડી.સીમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે રેઈડ કરીને ગંજીપાના અને રોકડ રકમ સાથે ૬ જેટલા શકુનીઓને ૫કડી પાડયા હતા પકડાયેલા જુગારીઓમાં સુરેન્દ્રસિંહ હાલુસિંહ ચૌહાણ (અરસોડીયા વાસ,દાવડ,તા.ઈડર), હર્ષદ કાંતિભાઈ બારોટ (બારોટ વાસ,દાવડ,તા.ઈડર),કલ્પેશસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (પ્રાથમિક શાળા પાસે, સાયબાપુર,તા.હિંમતનગર), જયેશ દિનેશભાઇ પટેલ (૫ટેલવાસ, દાવડ,તા.ઇડર) અમિત અમૃતભાઈ પટેલ (૫ટેલવાસ,દાવડ,તા.ઈડર) અને અજીતસિંહ ઉદેસિંહ ઈડર)નો સમાવેશ થાય છે. ત્યારે હિંમતનગર બી.ડિવિઝન પોલીસે આ તમામ પકડાયેલા ૬ જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે પકડાયેલા મોટાભાગના જુગારીઓ ઈડર તાલુકાના દાવડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે જ્યારે એક જુગારી હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામનો છે.