સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં રાજસ્થાનના ખેડૂતો દ્વારા ગુજરાતી ખેડૂતોની જમીન પર કબજો જમાવવાનો મામલો સામે આવ્યો છે આ મુદ્દે સોમવારન રોજ ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આપવામાં આવેદનપત્ર આવ્યું હતું.
આ અંગે મળતી વિગતો અનુસાર વિજયનગર અને પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની જમીન પર રાજસ્થાનના ખેડૂતોએ કબજો કરી લીધો છે આ સમસ્યાને કારણે સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતાં ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં વિવિધ ગામોના લોકોએ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુને લેખિત રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજસ્થાનના લોકો દ્વારા જમીન પર કબજો કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાથે જ સરહદ પર સ્પષ્ટ નિશાન લગાવવાની પણ માંગ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ઉદભવે નહીં ત્યારે આ અંગે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરહદી વિસ્તારમાં સ્પષ્ટ સીમાંકન ન હોવાને કારણે આ સમસ્યા વારંવાર ઉદભવે છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું.
સાબરકાંઠાના સરહદી વિસ્તારોમાં રાજસ્થાનના ખેડૂતોએ ગુજરાતની જમીન પર કબ્જો જમાવ્યો
