સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાની પ્રાથમિક શાળાના એક શિક્ષક સામે છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો અને એસ.એમ.સી સભ્યોને અસંતોષ ઉભો થયો હતો શિક્ષક સામે ગંભીર આક્ષેપો સાથેની વારંવારની રજૂઆત છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આખરે ગુરુવારે ગ્રામજનોએ બાળકોને શાળામાં નહીં મોકલી મોટો હોબાળો મચાવ્યો હતો અને શિક્ષકની બદલી કરવા ઉગ્ર માંગ કરી હતી જેને કારણે શાળામાં દોડી આવેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમગ્ર બાબતે જીલ્લાના તંત્રે ધ્યાન દોરતા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિવાદિત શિક્ષકની પોશીના તાલુકાની નાડા પ્રાથમિક શાળામાં તાત્કાલિક અસરથી વહીવટી બદલી કરી નાખી હતી મળતી માહિતી મુજબ કાનપુર ગામના ગ્રામજનો અને એસ.એમ.સી કમિટીએ શાળાના શિક્ષક હરેશ પટેલ સામે ગંભીર આક્ષેપ સાથે રજૂઆતો કરી હતી જેમાં આ શિક્ષક વ્યસન કરીને શાળામાં આવતા હોવાનો તથા મોબાઈલનો ઉપયોગ કરતા હોવાનું અને સારું ભણાવતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો જેને કારણે શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી પરંતુ શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરી ન હતી જેથી અકળાયેલ ગ્રામજનોએ બુધવારે રાત્રે ગામ ભેગું કર્યા બાદ સર્વાનુમતે શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળામાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો હતો આ નિર્ણયને કારણે ગુરુવારે સવારે બાળકો શાળામાં ગયા નહોતા વાલીઓ અને બાળકોએ મોટી સંખ્યામાં શાળાના સંકુલમાં એકઠા થઈ શિક્ષકને બદલવા વિરોધ પ્રદર્શન કર્યો હતો જેની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતા તેઓ શાળામાં દોડી આવ્યા હતા બાદમાં ગ્રામજનોની આક્રમકતા જોઈ જીલ્લા શિક્ષણ અધિકારીનું સમગ્ર બાબતે ધ્યાન દોર્યું હતું આખરે શિક્ષણ વિભાગે નમતું જોખી વિવાદિત શિક્ષક હરેશ પટેલની પોશીના તાલુકામાં વહીવટી બદલી કરી હતી આ બદલીનો ઓર્ડર લઈ જીલ્લા કચેરીનો કર્મચારી શાળામાં પહોંચ્યા બાદ સમગ્ર મામલો ઠંડો પડયો હતો. વિવાદિત શિક્ષકને કેટલાક ગ્રામજનો અને શિક્ષકોનું સમર્થનવિવાદિત શિક્ષક સામે ગ્રામજનો અને એસ. એમ.સી એ કરેલ આક્ષેપોને શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષિકાઓએ સમર્થન આપ્યું ન હતું આ અંગે મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે તેઓ નિયત શાળામાં આવતા અને બાળકોને ભણાવવા જતા હતા તેઓ ક્યારે વ્યસન કરેલી હાલતમાં શાળામાં જોવા મળ્યા નથી આ ઉપરાંત ગ્રામજનો વચ્ચે પણ આ શિક્ષકને લઈ ક્યાંકને ક્યાંક વિવાદ જોવા મળ્યો હતો.